EDITS પર ટેમ્પ્લેટ
એક મિનિટની અંદર ફૂટેજથી રીલ
feat. @ihannahwilson
જ્યારે ક્રિએટર Edits પર ટેમ્પ્લેટ તરીકે કોઈ વીડિયો શેર કરે છે, ત્યારે તમને ટાઇમિંગ, મ્યુઝિક, ટેક્સ્ટ અને ક્રિએટિવ ઘટકો ઉપયોગમાં લેવા માટે તૈયાર મળે છે. બસ, તેમાં તમારી પોતાની ક્લિપ સ્વેપ કરો અને તેને તમારો વીડિયો બનાવો.
ટેમ્પ્લેટ મહિનાઓના ફૂટેજને ઝડપી કન્ટેન્ટમાં ફેરવે છે. તે ક્રિએટર દ્વારા બનાવવામાં આવેલાં હોય છે અને તે તમને તમારી પોતાની રીલ સહેલાઈથી બનાવવા માટે ક્લિપ, ટેક્સ્ટ અને ઓડિયોને ફરીથી ઉપયોગમાં લેવા દે છે.
ટેમ્પ્લેટ બનાવો, શોધમાં દેખાઓ. Editsમાં વીડિયો બનાવો અને તેને ટેમ્પ્લેટ તરીકે શેર કરો. બીજા ક્રિએટર તેનો ઉપયોગ કરે તે દરેક વખતે, તમારા એકાઉન્ટને શ્રેય આપવામાં આવે છે, જે તમને એવાં ઓડિયન્સની સમક્ષ મૂકે છે કે જેમણે તમને અન્યથા શોધ્યા ન હોત.
ટેમ્પ્લેટનો ઉપયોગ કરવો સરળ છે. Editsમાં 'ઇન્સ્પિરેશન' ટેબ પર જાઓ, તમને પસંદ હોય તેવું ટેમ્પ્લેટ શોધો, તમારી ક્લિપ ઉમેરો અને તમારું કામ પૂરું થઈ ગયું. તમે જે પણ રીતે તમારી સ્ટોરીને શ્રેષ્ઠ રીતે જણાવવા માંગતા હો તે મુજબ વીડિયોમાં નાના-મોટા ફેરફાર કરો.
તેને એક્શનમાં જુઓ. @ihannahwilson, જેઓ ક્રિએટર માટેના ક્રિએટર છે, તેઓ ટેમ્પ્લેટ કેવી રીતે કામ કરે છે તેનું ઝડપી અને ક્રિએટિવ પગલાંવાર માર્ગદર્શન આપે છે અને તમે અજમાવીને જોઈ શકો તે માટે તેમનું પોતાનું એક ટેમ્પ્લેટ, “Sad Girl Winter to Hot Girl Summer” શેર કરે છે.
ઓહ, મારા વ્હાલા. હું જાણું છું કે તમારી પાસે ગત 6 મહિનાનું 30 ટેરાબાઇટનું ફૂટેજ પડેલું છે કે જેને તમે રીલમાં ફેરવશો એવું તમે વચન આપ્યું હતું.
શું હું સાચી છું? મને તમે વહાલા છો. તેથી, હું આને ખૂબ, ખૂબ સરળ બનાવવાની છું. ઓકે, ચાલો આગળ વધીએ. હું હન્નાહ છું — ક્રિએટર માટેની ક્રિએટર — અને હું તમારી સમસ્યા, "મારી પાસે પુષ્કળ ફૂટેજ છે અને તેમાં ફેરફાર કરવા માટે પૂરતો સમય નથી," તેને તમે ટ્રિપલ એસ્પ્રેસો, ઓટ મિલ્ક, ફ્લેટ વ્હાઇટ એમ બોલી શકો તે કરતાં વધુ ઝડપથી ઉકેલવાની છું. ચાલો, આગળ વધીએ.
આ, તમારા કન્ટેન્ટ એન્જિનને ફરીથી ગતિશીલ બનાવવાની સૌથી સરળ રીત છે. તે edits ઍપમાં ટેમ્પ્લેટ ટેબ છે.
ટેમ્પ્લેટ એ પહેલેથી બનાવેલાં વાસ્તવિક માળખાં, ટાઇમિંગ, કટ્સ, મ્યુઝિક હોય છે કે જેમાં તમે તમારી પોતાની ક્લિપને ડ્રોપ કરો છે, તે એક મિનિટથી ઓછા સમયમાં તમારા માટે રીલ બનાવે છે. અને ટેમ્પ્લેટ બનાવવા વિશેની ઉત્તમ વાત એ છે કે કોઈ પણ સમયે બીજા ક્રિએટર તેનો ઉપયોગ કરે ત્યારે, તે મૂળભૂત રીતે તમારી પહોંચ વધારે છે, કારણ કે તે તમારા એકાઉન્ટને શ્રેય આપશે, જેનો અર્થ એ થાય કે તમને એવાં ઓડિયન્સ સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યાં છે કે જેમણે તમને અન્યથા શોધ્યા ન હોત.
મને તે પસંદ છે. અને ફરીથી, કારણ કે મને તમે વહાલા છો, મેં તમારા માટે એક ટેમ્પ્લેટ બનાવ્યું છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો. આ "sad girl winter to hot girl summer" છે. ડાબી બાજુએ છેલ્લા 6 મહિનાની તમારી સૌથી દુઃખદ ક્લિપ અને જમણી બાજુએ શ્રેષ્ઠ ક્લિપને ડ્રોપ કરો અને ટેમ્પ્લેટને બાકીનું કામ કરવા દો. વહાલી, આ તમારા નિખારનો સમય છે અને કદાચ તમારી આંખમાંથી એકાદ આંસુ પણ સરી પડે. તમને તે અહીં મારી પ્રોફાઇલ પર મળી શકે છે.
'ટેમ્પ્લેટનો ઉપયોગ કરો' પર દબાવો અને તમારી ક્લિપ ઉમેરો. જ્યારે તમે તેનો ઉપયોગ કરો ત્યારે મને ટેગ કરો. અને યાદ રાખો, સેડ ગર્લ વિન્ટરની વાઇબ પૂરી થઈ ગઈ છે. થોડી મજા કરવાનો સમય થઈ ગયો છે. આનંદ માણો.

