એડિટિંગ ઇફેક્ટ
રીસ્ટાઇલની મદદથી તમારા વીડિયોને નવેસરથી જનરેટ કરવા
feat. @omgadrian
તમે બસ એકવાર દબાવવાથી પ્રિસેટનો ઉપયોગ કરીને તમારા વીડિયોનાં ઘટકોને તરત જ ટ્રાન્સફોર્મ કરવા માટે AI-સંચાલિત ક્રિએશન ઇફેક્ટ, Editsમાં રીસ્ટાઇલનો ઉપયોગ કેવી રીતે કરી શકો તે જુઓ.
રીસ્ટાઇલ તમને તમારા વીડિયોના ઘટકોને ક્રિએટિવ રીતે ટ્રાન્સફોર્મ કરવા દે છે, જેમ કે તમારા આઉટફિટ, લોકેશન, લાઇટિંગ અથવા સ્ટાઇલ.
રીસ્ટાઇલ 10 સેકન્ડ સુધીની વ્યક્તિગત ક્લિપને સપોર્ટ કરે છે.
જ્યાં સુધી તમને તમારી જરૂરિયાતોને અનુરૂપ હોય તેવું એક મળી ન જાય ત્યાં સુધી ઉપલબ્ધ રીસ્ટાઇલ પ્રિસેટની તમામ કેટેગરીમાં બ્રાઉઝ કરો.
તમારા વીડિયોના ઘટકોને બદલવાની કલ્પના કરો, જેમ કે તમારો પોશાક, લોકેશન અથવા સ્ટાઇલ, આ બધું જ એક ટેપથી!
Edits તમારી સંપૂર્ણ ક્રિએટિવ પ્રક્રિયાને સપોર્ટ કરે છે જેથી તમે ઉમદા વીડિયો બનાવી શકો.
આ એક મજેદાર બાબત છે! ચાલો, રીસ્ટાઇલને વિગતવાર સમજી લઈએ, જે Editsની અંદર AI-સંચાલિત ક્રિએશન ઇફેક્ટ છે કે જે તમને તમારા કન્ટેન્ટના પાસાઓને નવેસરથી જનરેટ કરવા અને તમારી ક્રિએટિવિટીને પ્રદર્શિત કરવા દે છે.
[0:21] એક પ્રોજેક્ટ ખોલો અને તમારી ટાઇમલાઇનમાં રહેલી એવી ફ્રેમ પર ક્લિક કરો કે જેને તમે રીસ્ટાઇલ કરવા માંગો છો. આ ઉપરાંત, તમે એ બાબતની ખાતરી કરવા માંગો છો કે આ સુવિધા કામ કરે તે માટે તમારી ક્લિપ 10 સેકન્ડથી ઓછી લાંબી હોય!
[0:30] સૌથી નીચેના ટૂલ બારમાં રહેલા રીસ્ટાઇલ કરો આઇકન પર ક્લિક કરો અને પ્રિસેટની બધી કેટેગરીમાં બ્રાઉઝ કરો જ્યાં સુધી તમને એવી કોઈ કેટેગરી મળી ન જાય કે જે તમને પસંદ હોય. મને આ પસંદ છે. વાહ, આ તો શાનદાર છે!
[0:39] તમે તમારી લાઇટિંગ જેવી કોઈ પણ બાબતને બદલી શકો છો, પોતાને આમાંથી આમાં ફેરવી શકો છો. અથવા તમારા લોકેશનને સ્વિચ અપ કરી શકો છો. તમારી ઓફિસમાં ફિલ્મ કરેલા વાત કરતા ટ્યૂટોરિયલને બદલે, તમે દરિયાકાંઠે રેકોર્ડ કરી રહ્યા હોઈ શકો છો. અથવા જો તમે રોમન યુગોના માર્બલના પૂતળા બનવા માંગતા હો, તો તમે તે પણ બની શકો છો.
Editsમાં હજીએ વધુ AI-સંચાલિત ક્રિએશન ઇફેક્ટ આવવાની છે, તેથી જોડાયેલા રહો!
તેની સાથે મજા કરો! અને ક્રિએટ કરીને ખુશ રહો.

