એડિટિંગ ઇફેક્ટ
કીફ્રેમ વડે તમારા વીડિયોને કેવી રીતે જીવંત બનાવવા
feat. @omgadrian
સરળ ઝૂમ, ડાયનેમિક ટેક્સ્ટ અને ઓવરલે વડે સ્થિર-અનુભૂતિવાળા શોટને જીવંત બનાવવા માટે Editsમાં કીફ્રેમનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો. વ્યૂઅરને પરોવાયેલા રાખો અને એકલા શૂટ કરતી વખતે પણ તમારા વીડિયોને વધુ વાઇબ્રન્ટ બનાવો!
કીફ્રેમથી તમારા વીડિયોને વધુ ડાયનેમિક લાગે તેવા બનાવવામાં તમને સરળતાથી મદદ મળી શકે છે.
કીફ્રેમ એ તમારા શોટમાં ભાવના અથવા વિગતો પર વધુ ભાર મૂકવા માટે ઉત્કૃષ્ટ છે.
તમે તમારા વીડિયોનાં અન્ય ઘટકો, જેમ કે ટેક્સ્ટ, ઓવરલે અને કટઆઉટ પર કીફ્રેમનો ઉપયોગ કરી શકો છો.
જો તમને ક્યારેય એવું લાગ્યું હોય કે તમારા વીડિયો નીરસ લાગે છે, તો તે કદાચ એટલા માટે કે તમે કીફ્રેમનો ઉપયોગ કરી રહ્યા નથી.
[ 0:05 ] જ્યારે કીફ્રેમ વડે Editsની અંદર *આ* સરળતાથી હાંસલ કરી શકાય છે. ચાલો, તમારું ફૂટેજ કેવી રીતે જીવંત બનાવવું તે વિશે વાત કરીએ.
જ્યારે તમે એવા સ્થિર શોટની સાથે કામ કરી રહ્યા હો કે જેમાં કોઈ મોશન નથી, ત્યારે એવું લાગી શકે છે કે તમારા વીડિયોમાં બધું જ સ્થિર છે. પરંતુ કીફ્રેમનો ઉપયોગ કરીને સરળ, ધીમું ઝૂમ-ઇન એ તમારા શોટમાં ભાવના અથવા વિગત પર ભાર મૂકવાનું શરૂ કરી શકે છે.
[ 0:24] અમે તે આ રીતે કરીએ છીએ.
તમે જેમાં કીફ્રેમ ઉમેરવા માંગતા હો તે ક્લિપને બસ પસંદ કરો. + વાળા ડાયમંડ આકારના બટન પર દબાવો. ચાલો ક્લિપના અંત સુધી આગળ વધીએ (સ્ક્રબ કરીએ), ઝૂમ કરવા માટે બસ ચપટી ભરો. અને બસ થઈ ગયું. ચાલો, તેને ફરીથી જોઈએ.
લ્યો, થઈ ગયું!
આ આંખને હિલચાલને અનુસરવા પ્રેરિત કરે છે, જેનાથી તમારા વ્યૂઅરનું ધ્યાન જાળવી રાખવામાં મદદ મળે છે કારણ કે તમારો શોટ જીવંત લાગવા લાગે છે.
[ 0:44 ] કીફ્રેમ એ ટેક્સ્ટ, ઓવરલે અને કટઆઉટ માટે પણ ઉપલબ્ધ છે.
તેથી તમે કેટલાક ટાઇટલ ઉમેરી રહ્યા હો, સીધા જ કેમેરામાં જોઈને વાત કરી રહ્યા હો કે પછી બીટ ડ્રોપ સાથે તમારા શોટને સિંક કરી રહ્યા હો, કીફ્રેમ એ તમારા વીડિયોને વધુ ડાયનેમિક લાગે તેવા બનાવવા માટેનું ગુપ્ત હથિયાર છે, પછી ભલેને તમે તમારી જાતે શૂટ કરી રહ્યા હો.

