કેમેરાનાં ટૂલ

બહેતર બનાવેલી ગુણવત્તા સાથે શૂટ કરવું

feat. @omgadrian

કોઈ પણ બાંધછોડ વગર કર્યા વિના ઉચ્ચ-ગુણવત્તાવાળા વીડિયોને શૂટ કરો. 4K અથવા HDRમાં શૂટ કરો અને તમારું ડિવાઇસ જેને સપોર્ટ કરે છે તે સૌથી ઉચ્ચ રિઝોલ્યૂશન પર એક્સ્પોર્ટ કરો.

HD, 2K, 4K અથવા HDRમાં શૂટ કરો અને તમારા ફ્રેમ રેટને પસંદ કરો. તમે જે શૂટ કરો છો તે જ તમે એક્સપોર્ટ કરો છો — કેપ્ચરથી લઈને અપલોડ સુધી ગુણવત્તા સુસંગત રહે છે.

બિલ્ટ-ઇન ટૂલ કે જે તમારા ફૂટેજને ઉન્નત કરે છે. સોલો શૂટ માટેનું કાઉન્ટડાઉન ટાઇમર, ટૉકિંગ હેડનું ટચ-અપ અને આગળ વધતા પહેલાં સમીક્ષા કરવા માટે ક્લિપ પ્રિવ્યૂ.

હવે તમારા ફોનના કેમેરા અને એડિટિંગ ઍપ વચ્ચે ટોગલ કરવાની જરૂર નથી. Edits, ક્રિએટરને એક એવો કેમેરા આપે છે જે તેમની વાસ્તવિક શૂટની સ્ટાઇલને અનુરૂપ બનેલો છે અને તેને સરળતાથી એડિટિંગ ટાઇમલાઇન પર લાવે છે.

"તમને નવા કેમેરાની જરૂર નથી. તમને બસ Edits ઍપની જરૂર છે. Editsની અંદર બહેતર બનાવેલા કેમેરા અંગે વિચારવાનું ચૂકી ન જતા. મારા મતે, તે એવી શ્રેષ્ઠ સુવિધાઓ પૈકીની એક છે કે જેનો તમારે તમારા ફોનથી શૂટ કરતી વખતે સતત ઉપયોગ કરવો જોઈએ. Edits — તમારા ફોન પર ઉત્તમ વીડિયો બનાવવા માટે તમને જેની જરૂર હોય તેવી એકમાત્ર ઍપ છે અને તે એક જ ઍપમાં રહીને કામ કરવાનું વધુ સરળ બનાવે છે અને આગળ-પાછળ ટોગલ કરવાની જરૂર પણ પડતી નથી કારણ કે કેમેરાને ખાસ કરીને ક્રિએટર માટે બનાવવામાં આવ્યો છે. એવાં લોકો માટે કે જેઓ વધુ નિયંત્રણ અને વધુ સારા વિઝ્યુઅલ ઇચ્છતા હોય.

[ 0:22 ] તમે ગમે તે પ્રકારનું વીડિયો કન્ટેન્ટ બનાવો, Edits આ કેમેરા નિયંત્રણોને કન્ફિગર કરવાનું સરળ બનાવે છે. તમે તમારા ફૂટેજને રેકોર્ડ કરવાનું શરૂ કરવા અને તમારા રિઝોલ્યૂશન પર પૂરું નિયંત્રણ ધરાવવા માટે અહીં Editsની અંદર રહેલા કેમેરા પર જઈ શકો છો. એનો અર્થ એમ થાય કે તમારે તમારા ફિલ્મિંગની ગુણવત્તા સાથે ફરીથી ક્યારેય બાંધછોડ કરવી પડશે નહીં. તમે તમારા ડિવાઇસના આધારે HD, 2K, 4K અથવા HDRમાં ફિલ્મ કરવા વચ્ચે સરળતાથી સ્વિચ કરી શકો છો.

તમારી પાસે તમારી ફ્રેમ પ્રતિ સેકન્ડને પસંદ કરવાની ક્ષમતા પણ રહેલી છે અને જ્યારે તમે એક્સપોર્ટ કરો ત્યારે પણ, તમે એ વાતથી નિશ્ચિંત રહી શકો છો કે ફિલ્મ કરતી વખતેની તમારી ગુણવત્તા તમે અપલોડ કરો ત્યારે પણ એની એ જ રહેશે. એવી કોઈક વસ્તુ જેને હું ધિક્કારું છું તે એક એવી કોઈક વસ્તુની ફિલ્મ ઉતારવાની છે કે જે ઉત્કૃષ્ટ દેખાતી હોય, મારા એડિટને પૂરું કર્યા પછી હું એક્સ્પોર્ટ અને અપલોડ કરું ત્યાં સુધીમાં, એવું લાગે કે જાણે તે કોઈ બટાકા પર શૂટ થઈ હતી.

[ 1:00 ] કેમેરાની અંદર બીજી ઉમદા સુવિધા છે ટાઇમર. જ્યારે તમે તમારી જાતે ફિલ્મ કરી રહ્યા હો, ત્યારે તમારે તમારા શોટને ફ્રેમ કરવાની, રેકોર્ડ કરો દબાવવાની જરૂર પડે છે, તે પછી તેમાં પગલાં માંડવાની જરૂર પડે છે. Edits વડે, તમે અહીં જ કાઉન્ટડાઉન ટાઇમર સેટ કરી શકો છો. મને મારી ફ્રેમ સેટ કરતા, ટાઇમર પસંદ કરતા, અંદર કૂદતા અને બૂમ કરતા જુઓ. ફક્ત ત્યારે જ રેકોર્ડિંગ શરૂ કરો જ્યારે તમને તેની જરૂર હોય. બસ તેમ જ, તમને જેની જરૂર નથી તેવા બિટ માટે હવે ફોન સ્ટોરેજને બગાડવાની જરૂર નહીં પડે.

[ 1:24 ] અહીં આપેલી ટચ-અપ સુવિધા તમારા ટોકિંગ હેડના વીડિયોમાં સરળતાથી કેટલીક વધુ નિખાર લાવવાની એક ઝડપી રીત છે. અને છેલ્લી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ, એક અદ્ભુત હેક એ ક્લિપ પ્રિવ્યૂની સુવિધા છે. તમારા શોટને રેકોર્ડ કર્યા પછી બસ અહીં જ ક્લિપ પર દબાવો અને તે પછી, તમે આગળ વધવા માંગો છો કે નહીં તે નક્કી કરતા પહેલાં તમે તમારી ક્લિપનું પ્રિવ્યૂ જોઈ શકો છો. આશા છે કે આનાથી મદદ મળી હશે. Edits કેમેરાને તપાસી જોવાનું શરૂ કરો."