ક્રિએટિવ પ્રેરણા
તમારા આગલા વીડિયો માટે પ્રેરણા મેળવવી
feat. @omgadrian
ચર્ચામાં હોય તેવા ઓડિયો, લોકપ્રિય વિષયો અને ઉપયોગમાં લેવા માટે તૈયાર ટેમ્પ્લેટ સહિત તમે જે પોસ્ટ કરો છો તેના આધારે પસંદ મુજબ બનાવેલી પ્રેરણા મેળવો.
બિલ્ટ-ઇન પ્રેરણા ટેબ વડે ક્રિએટિવ બ્લોકને દૂર કરો. અન્ય ક્રિએટર શું પોસ્ટ કરી રહ્યા છે અને શું લોકપ્રિયતા મેળવી રહ્યું છે તે જુઓ — તમારા આગલા આઇડિયાને સ્પાર્ક કરવા માટે બધું એક જ જગ્યાએ.
કઈ બાબતો અલગ તરી આવી હતી અને તમે તેના પર તમારા પોતાના અભિપ્રાયને કેવી રીતે મૂકી શકો તેને યાદ રાખવા માટે આઇડિયાને સેવ કરો અને બુકમાર્ક કરો તથા સ્ટિકી ઉમેરો.
તમારા આગામી વીડિયોને વેગ આપવા માટે ચર્ચામાં હોય તેવા ઓડિયો, લોકપ્રિય વિષયો અને ટેમ્પ્લેટ માટે ભલામણો મેળવો.
"ચાલો તમને પોતાને કેવી રીતે પ્રેરિત થયેલા રાખવા તે વિશે વાત કરીએ. Edits — તમારા ફોન પર ઉમદા વીડિયો બનાવવા માટે તમને જેની જરૂર પડે છે તે એકમાત્ર ઍપ.
[ 0:07 ] ક્રિએટિવ બ્લોક એ વાસ્તવિક સમસ્યા છે અને ક્યારેક, તે આપણને તે જ કામ કરવાથી રોકી શકે છે કે જે આપણે ખરેખર કરવા માંગતા હોઈએ, અને તેે છે કંઈક બનાવવું. Edits તમારા માટે તે સરળ બનાવે છે, કારણ કે ઍપમાંના પ્રેરણા ટેબની અંદર, જે તમને અહીં જ મળી શકે છે, તમારી પાસે ક્રિએટિવ કોપાઇલોટ છે કે જે તમને તમારા વિચારોની સફરના દરેક તબક્કામાં મદદ કરી શકે છે.
[ 0:22 ] તમે અન્ય ક્રિએટર શું પોસ્ટ કરી રહ્યા છે તેની તથા તમારા આગલા વીડિયો માટે પ્રેરણા તરીકે કામ કરવા માટે શું ચર્ચામાં છે તેની ઝલક મેળવી શકો છો. તમે અહીં જ સ્થિત તે વત્તાની નિશાનીને દબાવી અને સ્ટિકી ઉમેરીને પણ આઇડિયાને સેવ કરી શકો છો, જે તમને ચોક્કસ વીડિયો વિશે શું પસંદ છે અને તમે તેમને કેવી રીતે ફરીથી બનાવવા માંગો છો તેનું રિમાઇન્ડર હોય છે.
[ 0:40 ] અને ચર્ચામાં રહેલા ઓડિયો અને લોકપ્રિય વિષયની ભલામણોની આ અંદરની માહિતીની સાથે, તમે આ ઘટકોનો ઉપયોગ તમને હજીયે વધુ સુવિધાઓથી વધુ પ્રેરણા આપવા માટે કરી શકો છો કે જે તમને તમારી આગામી હિટ બનાવવામાં મદદ કરવા માટે અહીં ઉમેરવાનું ચાલુ રાખવામાં આવી રહ્યું છે. પ્રેરણા દરેક જગ્યાએ હાજર હોય છે, પરંતુ Editsની અંદર તેને શોધવાનું અને તેના પર એક્શન લેવાનું હજીયે વધુ સરળ છે. આશા છે કે આનાથી મદદ મળશે."
