વીડિયો એડિટિંગ

Edits કેપ્શન ટ્યૂટોરિયલ: વીડિયો કેપ્શનનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેને કસ્ટમાઇઝ કેવી રીતે કરવાં

feat. @omgadrian

શું તમે તમારા વીડિયોને પૉપ કરાવવા અને લોકો દ્વારા જોવાનું ચાલુ રાખવા માંગો છો? Edits કેપ્શન ટૂલ તમને બસ એક બટનને દબાવવાથી પૂર્ણ ટ્રાન્સ્ક્રિપ્ટ અને ક્રિએટિવ સ્ટાઇલિંગના વિવિધ વિકલ્પો આપે છે. તે મફત, અમર્યાદિત અને પૂરી રીતે કસ્ટમાઇઝ કરવા યોગ્ય છે.

કેટલાંક લોકો તેમના કન્ટેન્ટને મ્યૂટ રાખીને જોવાનું પસંદ કરતા હોય છે અને તમે અવાજ બંધ હોય ત્યારે પણ તેઓ કન્ટેન્ટને જોવાનું ચાલુ રાખે તે માટે કેપ્શનને રાખવા માંગશો. ચિંતા કરશો નહીં, Edits તેને સરળ બનાવે છે.

Edits, બટનના દબાવવાની સાથે તમારા વીડિયોના આધારે ઓટોમેટિક રીતે કેપ્શન જનરેટ કરશે.

ટ્રાન્સ્ક્રિપ્ટ ઓટોમેટિક હોય છે, પરંતુ કેપ્શન પૂરી રીતે કસ્ટમાઇઝ કરવા યોગ્ય હોય છે: ટેક્સ્ટના ફોન્ટ અને રંગને બદલીને તમારો પોતાનો વ્યક્તિગત સ્પર્શ ઉમેરો. ડઝનબંધ વિકલ્પો ઉપલબ્ધ છે.

કેપ્શન ટૂલનો ઝડપી અને સરળ સારાંશ મેળવો જે Edits નિષ્ણાત @omgadrianથી આપવામાં આવ્યો છે કે જે એક ડાયરેક્ટર, પ્રોડ્યૂસર અને ફોટોગ્રાફર છે જેમના વર્કશોપ અને ટ્યૂટોરિયલ ક્રિએટિવને વીડિયો સ્ટોરીટેલિંગની સૂક્ષ્મ બાબતો અને વિગતોને શીખવામાં મદદ કરે છે.

જો તમે તમારા વીડિયોમાં કેપ્શન ઉમેરી રહ્યા નથી, તો તમે તમારો વીડિયો શરૂ થાય તેની પહેલાં જ વ્યૂ ગુમાવી રહ્યા હોઈ શકો છો.

વિશાળ ઓડિયન્સ તેમના કન્ટેન્ટને મ્યૂટ પર જુએ છે, તેથી તેમના માટે ફોલો કરવા કેટલીક વિઝ્યુઅલ સહાય હોવી મહત્ત્વપૂર્ણ છે જેથી તેઓ હજી પણ તમારા વીડિયોમાં જોડાઈ શકે અને સ્વાઇપ કરીને દૂર ન થઈ જાય. અમે તમારા માટે તે સમસ્યાનો ઉકેલ લાવવાના છીએ.

Edits તમારી સંપૂર્ણ ક્રિએટિવ પ્રક્રિયાને સપોર્ટ કરે છે જેથી તમે ઉમદા વીડિયો બનાવી શકો.

જ્યારે હું મારા ફેરફારને પૂરી રીતે કરી લઉં ત્યારે મને આ પગલું લેવાનું પસંદ છે. તમારે બસ ટૂલબારમાં તમારાં 'કેપ્શન'ને દબાવવાનું છે અને તે તમારા વીડિયોને સાંભળશે અને તમારા માટે તેને જનરેટ કરશે. તમારી પાસે ટ્રાન્સ્ક્રિપ્ટમાં બરાબર એ જ રીતે ફેરફાર કરવાની લવચીકતા રહેલી છે કે જેમ તમે તેમાં ફેરફાર કરવા માંગતા હો. તમારી વિઝ્યુઅલ પસંદગીને અનુરૂપ બનાવવા માટે અલગ-અલગ પહેલેથી બનાવેલી સ્ટાઇલ પસંદ કરો અથવા તમારી પસંદ મુજબના સંપૂર્ણ વિકલ્પો પર જાઓ અને તમારા પોતાના ફોન્ટ અને રંગને પસંદ કરો. Edits તમને પસંદગી કરવા માટેના ઘણા બધા વિકલ્પો આપે છે.

તમારા વીડિયોને કેપ્શન કરવાનું દરેક પગલું પૂરી રીતે કસ્ટમાઇઝ કરવા યોગ્ય છે. આ, તમારા ઓડિયન્સને સહભાગી થયેલું રાખવા માટેનું પરિવર્તનકારક પગલું છે.

[:48 સેકન્ડનો ઉદાહરણ વીડિયો] આ વીડિયોને કેપ્શનની જરૂર છે અને Edits મારા માટે તે ઓટોમેટિક રીતે, ઝડપથી અને સહેલાઈથી કરી શકે છે.

અને આ વિશે જે મને બહુ ગમે છે તે એ છે કે તેનાથી તમારા દર્શકો માટે એ જાણવાનું વધુ સરળ બની ગયું છે કે તમે તમારા વીડિયોમાં કઈ કંપનીઓ, બ્રાન્ડ અથવા પ્રોડક્ટનો ઉપયોગ કરી રહ્યા છો કારણ કે તેઓ તેને જોઈ રહ્યા છે.