એડિટિંગ ટૂલ

એડવાન્સ્ડ ઓડિયો એડિટિંગ ટૂલ

feat. @omgadrian

તમારા વીડિયો જેટલા સારા દેખાય, તેટલા જ સારા સંભળાય એમ ઇચ્છો છો? Edits તમને તેના માટે જરૂરી બધું જ પૂરું પાડે છે. એક બટનને દબાવીને તમારા ઓડિયોને ઓટોમેટિક રીતે વધુ સ્પષ્ટ બનાવો અથવા તમને મહત્તમ નિયંત્રણ આપતાં એડવાન્સ્ડ ટૂલ સાથે વધુ ઊંડાણપૂર્વક કામ કરો.

સ્ટૂડિયોવાળી ગુણવત્તાનો ઓડિયો બસ એક ક્લિક દૂર છે. Edits તમને તમારા વીડિયોની સાઉન્ડ ડિઝાઇનને પૂરી રીતે કસ્ટમાઇઝ કરવા અને તેમાં નિપુણ બનવા માટે તમને જેની જરૂર પડશે તે તમામ ટૂલ આપે છે.

ઇમ્પોર્ટ ટૂલ તમને મ્યુઝિક, વોઇસઓવર, સાઉન્ડ ઇફેક્ટ અને વધુ ઉમેરવા દે છે. તમારા વીડિયોને આકર્ષક અને અલગ દેખાડવા માટેની તમામ નાની-નાની વધારાની બાબતો.

એન્હાન્સ ટૂલ ઓડિયોને સાફ કરે છે, સંતુલિત કરે છે અને વોલ્યૂમને લેવલમાં લાવે છે, જેથી તમારા વીડિયો દરેક વખતે સ્પષ્ટ સંભળાય.

જ્યારે તમે વસ્તુઓને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર હો, ત્યારે ફેડની સુવિધા તમને તમારા પોતાના ઓડિયો એન્જિનિયર બનવા દે છે. તમારા વીડિયો અવરોધરહિત, પોલિશ્ડ અને પ્રોફેશનલ લાગે તેવા તે બનાવવા માટે તમારા ઓડિયો અથવા બેકગ્રાઉન્ડ મ્યુઝિકને ફેડ ઇન કરો.

Editsના નિષ્ણાત @omgadrian પાસેથી ઓડિયો એડિટિંગ ટૂલનો ઝડપી અને સરળ સારાંશ મેળવો—તેઓ એક નિર્દેશક, નિર્માતા અને ફોટોગ્રાફર છે, જેમનાં વર્કશૉપ અને ટ્યૂટોરિયલથી ક્રિએટિવ લોકોને વીડિયો સ્ટોરીટેલિંગની ઝીણવટભરી અને સર્વગ્રાહી વિગતો જાણવામાં મદદ મળે છે.

જ્યારે કન્ટેન્ટ બનાવવાની વાત આવે ત્યારે સારી સાઉન્ડ ડિઝાઇનની શક્તિને ક્યારેય ઓછી આંકશો નહીં.

Edits તમારી સંપૂર્ણ ક્રિએટિવ પ્રક્રિયાને સપોર્ટ કરે છે જેથી તમે ઉમદા વીડિયો બનાવી શકો.

આ એવી મુખ્ય બાબતો છે કે જે વધુ આકર્ષક, ઇરાદાપૂર્વકના અને ધ્યાન ખેંચતા વીડિયો બનાવવા માટે Editsની અંદર ઓડિયો એડિટિંગ વિશે તમારે જાણવાની જરૂર છે.

પહેલા આવે છે ઇમ્પોર્ટ ટૂલ. આનાથી તમે તમારા ડિવાઇસમાંથી મ્યુઝિક, વોઇસઓવર અને સાઉન્ડ ઇફેક્ટ જેવા કોઈ પણ ઓડિયોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે, જેથી તમારા વીડિયો તમારી બ્રાન્ડને અનુરૂપ, આકર્ષક તેમજ તમારી સ્ટાઇલ અને ક્રિએટિવિટી મુજબ અનન્ય બને.

આગળ આવે છે એન્હાન્સ ફીચર. શું તમે ક્યારેય વોઇસઓવર રેકોર્ડ કર્યો છે અને તે બસ દમ વગરનો લાગ્યો છે? એન્હાન્સ ટૂલ બેકગ્રાઉન્ડના ઘોંઘાટને ઘટાડીને, તમારા વોલ્યૂમને લેવલમાં લાવીને તથા તમારા અવાજને સ્પષ્ટ અને સાફ બનાવીને તમારા ઓડિયોને સાફ કરે છે અને સંતુલિત કરે છે. તો ચાલો, સરખામણી કરીએ.

આ વર્ઝનમાં એન્હાન્સ સુવિધાનો ઉપયોગ થયો નથી, પરંતુ આ વર્ઝનમાં એન્હાન્સ સુવિધાનો ઉપયોગ થયો છે [બેકગ્રાઉન્ડમાં ઓડિયો પ્લે થાય છે]. જુઓ, તેમાં જમીન-આસમાનનો તફાવત છે! તફાવત જુઓ! હવે તમે કોઈ પણ વધારાના ગિયર વિના સ્ટુડિયોવાળી ગુણવત્તાનો ઓડિયો મેળવી શકો છો. યાદ રાખો, સારો ઓડિયો એ સારા વીડિયો જેટલો જ મહત્ત્વપૂર્ણ છે.

અને છેલ્લે, ફેડ ફીચર. જ્યારે તમે સીધા જ કેમેરામાં જોઈને વાત કરતી ક્લિપ બનાવી રહ્યા હો ત્યારે તમારા બેકગ્રાઉન્ડ મ્યૂઝિકને સરળતાથી ફેડ ઇન કરવા અથવા તમારા ઓડિયોને ફેડ આઉટ કરવાની રીત શીખીને તમારાં ઓડિયો એન્જિનિયરિંગ કૌશલ્યોનો ઉપયોગ કરો. ફેડ ટૂલ તમને કોઈ પણ અચાનક થતા ઓડિયો કટને ટાળીને દર્શકને અવરોધરહિત અને પોલિશ્ડ લાગે તેવા તમારા વીડિયો બનાવવા દે છે.