Edits ઍપમાં શું કામ કરી રહ્યું છે તે કેવી રીતે સમજવું અને પ્રેરણા કેવી રીતે મેળવવી
શું પ્રભાવમાં મૂકે છે તે જાણવાથી શ્રેષ્ઠ કન્ટેન્ટ આવે છે. Edits હવે તમને તમારા વીડિયોની જાણકારીમાં ઉતરીને તપાસ કરવાની અને આગળ શું બનાવવું તે શોધવાની વધુ રીતો આપે છે.
તમારી રીલની સરખામણી કરવી
એક વીડિયો સફળ થયો અને બીજો કેમ સફળ થયો નહીં તે અંગે વિચારી રહ્યા છો? તમે હવે સામ-સામે તમારી વધુમાં વધુ 3 રીલ માટેનાં મેટ્રિક્સની સરખામણી કરી શકો છો. જોવાયાની સંખ્યા, જોવાનો સમય, ફોલો કર્યાની સંખ્યા, ઇન્ટરેક્શન: આ બધી જ બાબતોને એક વ્યૂમાં જુઓ જેથી તમે ઝડપથી શું કામ કરી રહ્યું છે તે પારખી શકો અને તેને તમારા આગલા વીડિયો પર લાગુ કરી શકો.
કેવી રીતે એક્સેસ કરવું: Editsમાં Insights ટેબ ખોલો, તે પછી 'સરખામણી કરો' પર દબાવો. બાજુ-બાજુમાં તેમનાં મેટ્રિક્સને જોવા માટે 3 જેટલી રીલ પસંદ કરો.
ઓડિયન્સ વિશે જાણકારી
તમારા કન્ટેન્ટને કોણ જોઈ રહ્યું છે તેનું વધુ સ્પષ્ટ ચિત્ર મેળવો. Insightsમાં ઓડિયન્સ ટેબ બતાવે છે કે તમારા ફોલોઅર ક્યાં છે, તેમને શેમાં રુચિ છે અને તેઓ ક્યારે સૌથી વધુ એક્ટિવ હોય છે. તમે સીધા જ બ્રાન્ડ અને પાર્ટનરની સાથે શેર કરવા માટે તમારા વીડિયોની જાણકારીને PDF તરીકે પણ એક્સપોર્ટ કરી શકો છો.
કેવી રીતે એક્સેસ કરવું: Edits ખોલો અને Insights ટેબ પર દબાવો. તમારા ફોલોઅર ક્યાં છે, તેઓ સૌથી વધુ ક્યારે એક્ટિવ હોય છે અને વધુ બાબતોને જોવા માટે 'ઓડિયન્સ' વિભાગને પસંદ કરો. તમારી જાણકારીને PDF તરીકે ડાઉનલોડ કરવા માટે એક્સ્પોર્ટ કરો આઇકન પર દબાવો.
પ્રેરણા ટેબમાં Reels શોધ
કોઈ ચોક્કસ વિષયને લગતા વિચારો શોધી રહ્યા છો? પ્રેરણા ટેબમાં હવે શોધની સુવિધા છે. “જન્મદિવસ” અથવા “મુસાફરી” જેવું કંઈક ટાઇપ કરો અને તે અવસરને અનુરૂપ બનાવેલો ઓડિયો, વિચારો અને ટેમ્પ્લેટ મેળવો. ઓછું સ્ક્રોલિંગ, વધુ બનાવવું.
કેવી રીતે એક્સેસ કરવું: Edits ખોલો અને પ્રેરણા ટેબ પર દબાવો. વિષયને ટાઇપ કરવા તેમજ તે અવસરને લગતા ઓડિયો, વિચારો અને ટેમ્પ્લેટને બ્રાઉઝ કરવા માટે સૌથી ઉપર આવેલા શોધ બારનો ઉપયોગ કરો.
Editsમાં નવીનતમ ટૂલ અને સુવિધાઓ અંગે નિયમિત અપડેટ માટે @creatorsને ફોલો કરો.
