પ્રસ્તુત છે Edits: તમારા ફોન પર ઉત્કૃષ્ટ વીડિયો બનાવો
આજે, અમે Editsને લોન્ચ કરી રહ્યા છીએ, જે ક્રિએટર માટે રચાયેલી વીડિયો ક્રિએશનની એક નવી ઍપ છે. લોકોને તેમની ક્રિએટિવિટીને અભિવ્યક્ત કરવામાં મદદ કરવા માટે Instagram અસ્તિત્વમાં છે અને અમે આ કરવામાં તમારી મદદ કરવા માટે શ્રેષ્ઠ ક્રિએટિવ ટૂલ બનાવવાં માંગીએ છીએ, માત્ર Instagram અથવા Facebook પર જ નહીં, પરંતુ કોઈ પણ પ્લેટફોર્મ પર. આ સફર પર આ તો ફક્ત પહેલું પગલું છે અને અમે તમારા પ્રતિસાદ વડે Editsને વિકસાવવા અને બહેતર બનાવવા માટે આતુર છીએ.
તમારી ક્રિએશન પ્રક્રિયાને સપોર્ટ કરવા માટેનાં બધાં ટૂલ તમને એક જ જગ્યામાં આપે છે
વીડિયો બનાવવાની પ્રક્રિયા પડકારરૂપ હોઈ શકે છે, જેમાં ઘણી વાર એકથી વધુ ઍપ અને જટિલ વર્કફ્લોની જરૂર પડે છે. Editsની સાથે, તમારી પાસે હવે વીડિયો ક્રિએશન માટેની શક્તિશાળી ક્ષમતાઓ ધરાવતી સમર્પિત સ્પેસ છે.
- તમારી સંપૂર્ણ ક્રિએશન પ્રક્રિયાને એક જગ્યાએ લાવો આ કરવા માટે વિચારોનો ટ્રેક રાખો, તમારા પ્રોજેક્ટનું સંચાલન કરો, ઍપને છોડીને ગયા વિના વોટરમાર્ક-રહિત ફેરફાર કરો અને એક્સ્પોર્ટ કરો.
- ઉચ્ચ-ગુણવત્તાયુક્ત કેમેરા, ફ્રેમ-સચોટ ટાઇમલાઇન અને કટઆઉટ અથવા AI-સંચાલિત એનિમેશન જેવી ઇફેક્ટ જેવાં શક્તિશાળી ટૂલ વડે વધુ સારા વીડિયો બનાવો.
- ચર્ચામાં રહેલા ઓડિયો અને પર્ફોર્મન્સની જાણકારી કે જે તમને બતાવે છે કે શું કામ કરી રહ્યું છે તેવી રીલની પ્રેરણા આપતી ફીડનો ઉપયોગ કરીને તમારા કન્ટેન્ટને ઓપ્ટિમાઇઝ કરો.
તમારી જરૂરિયાતોને પૂર્ણ કરતી ઍપ બનાવવી
ટૂંકા-સ્વરૂપના વીડિયો બનાવવા સંબંધી જરૂરિયાતોને ખરેખર પૂરી કરતી ઍપ બનાવવા માટે, તમારા જેવા ક્રિએટર સાથે મળીને કામ કરવું મહત્ત્વનું છે.
ગયા વર્ષથી અમે અલગ-અલગ કન્સેપ્ટને ટેસ્ટ કરવા અને તે દરમિયાન તેમના પ્રતિસાદને સામેલ કરવા માટે સંખ્યાબંધ ક્રિએટર સાથે સહયોગ કર્યો છે. અમે અનેક ક્રિએટરને Editsની વહેલી એક્સેસ પણ આપી છે કે જેમણે ઍપ અંગે તેમના વિચારો શેર કરવાનું ચાલુ રાખ્યું છે. તેમાંથી કેટલાકનું કહેવું અહીં આપ્યું છે:
Edits માટે આગળ શું છે?
અમે કેવી રીતે બહેતર બનાવવાનું ચાલુ રાખીશું તેમાં તમારો પ્રતિસાદ મુખ્ય ભૂમિકા ભજવે છે અને અમે Editsમાં વધુ ટોચની વિનંતી કરેલી સુવિધાઓને બનાવવા માટે ઉત્સાહિત છીએ. અમે પહેલાંથી જ નવી સુવિધાઓ અને અપડેટ ઉમેરવાં પર કામ કરી રહ્યા છીએ, જેમાં નીચે કેટલીક હાઇલાઇટ સામેલ છે કે જે ટૂંક સમયમાં ઍપમાં આવી રહી છે.
- કીફ્રેમ: તમારી ક્લિપની પોઝિશન, રોટેશન અને સ્કેલને એનિમેટ કરવા માટે ચોક્કસ અવસરોને પિનપોઇન્ટ કરો.
- ફેરફાર કરવો: AI વડે તમારા વીડિયોના દેખાવ અને અનુભૂતિને ઝડપથી બદલો.
- સહયોગ: પ્રતિસાદ અને ક્રિએટિવ બિલ્ડ માટે મિત્રો, અન્ય ક્રિએટર અથવા બ્રાન્ડ સાથે ડ્રાફ્ટ સરળતાથી શેર કરો.
- તમારી ક્રિએટિવિટીને અભિવ્યક્ત કરવા માટે વધુ વિકલ્પો: હજીએ વધુ ફોન્ટ, ટેક્સ્ટ એનિમેશન, ટ્રાન્ઝિશન, વોઇસ ઇફેક્ટ, ફિલ્ટર, સાઉન્ડ ઇફેક્ટ અને મ્યૂઝિકના વિકલ્પો, જેમાં રોયલ્ટી મુક્તનો સમાવેશ થાય છે.
Edits વૈશ્વિક ધોરણે ઉપલબ્ધ છે અને App Store અને Google Play Storeમાં ડાઉનલોડ કરવા માટે મફત છે. શરૂ કરવા માટે, બસ ઍપને ડાઉનલોડ કરો અને તમારા Instagram એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.
