ક્રિએટર સાથે મળીને બનાવેલાં Edits ટૂલને જાણો, જે તમને બધાથી અલગ તરી આવવામાં મદદ કરશે

Instagramની પાસે ક્રિએટર સાથેની એક લાંબી હિસ્ટરી છે અને Edits એ “અમે તમને સાંભળીએ છીએ” કહેવા માટેનો અમારો નવીનતમ પ્રેમપત્ર છે અને અમે સાંભળવાનું ચાલુ રાખી રહ્યા છીએ. જ્યારે તમે બધાથી અલગ તરી આવવા અને તમારી ક્રિએટિવિટીને અભિવ્યક્ત કરવા માટે કામ કરો છો, ત્યારે તમારે ક્યારેય તમે ઉપયોગમાં લો છો તે ટૂલથી મર્યાદિત હોવાનું અનુભવવું જોઈએ નહીં.


હું શૉન છું, Edits ટીમ પર એન્જિનિયરિંગ મેનેજર છું.


તમારા માટે, તમારી સાથે બનાવવામાં આવેલ


Editsનું નિર્માણ ક્રિએટરની સાથે થયું હતું. અમે ક્રિએટરને કોડ લખવાનું કામ અથવા ડિઝાઇન સંબંધી ડોક્યુમેન્ટને આધારે કામ કરવાનું કામ આપ્યું ન હતું, પરંતુ ક્રિએટર પહેલા દિવસથી અમે જે બનાવીએ છીએ તેને તથા અમે તેને કેવી રીતે બનાવીએ છીએ તેને આકાર આપવામાં મદદ માટે પ્રતિસાદ આપવા માટે હાજર હતા.


…અને આ કામ હજીપણ રોકાયું નથી!


હું અને Editsની આખી ટીમ દરરોજ ક્રિએટર સાથે કામ કરીએ છીએ. અમારી પાસે Instagram પર એક DM ગ્રૂપ છે કે જ્યાં અમારા કેટલાક પાવર યુઝર પ્રતિસાદ આપી શકે છે અને સુવિધાઓની વિનંતી કરી શકે છે, ક્રિએટરની કાઉન્સિલ કે જે અમને કેવી રીતે સુધારો કરવો તે અંગે નોંધ મોકલે છે અને નવા વિચારો પર ચર્ચા કરવા માટે ક્રિએટર સાથે નિયમિત લાઇવ મીટિંગ થાય છે. ટીમના થોડાક સભ્યો (જેમાં હું પણ સામેલ છું!) પ્રતિસાદની શોધમાં રહીને દરરોજ Threads અને IGને વાંચી રહ્યા છે. તમે બધા આ ટીમ માટે એક સંપૂર્ણ વિશ્વ છો અને દરેક વ્યક્તિ વતી હું THANK YOU! કહેવા માંગું છું


તેથી, ચાલો તમારા આગામી વીડિયોના વિચાર પર સાથે મળીને કામ કરીએ!


ફેરફાર કરવા માટેની મૂળભૂત બાબતો અને ક્રિએટિવિટી માટેનાં પાવર ટૂલ


શું તમને ક્યારેય Edits પ્રેરણાની ફીડ અથવા Instagramમાં સ્ક્રોલ કરતી વખતે પ્રેરણાનો સ્પાર્ક થયો છે અને તમેે પોતાને વિચાર્યું છે કે “મને આશ્ચર્ય છે કે શું હું તે બનાવી શકું છું?” @iankyo જે પહેલા દિવસથી જ Edits ટીમ સાથે કામ કરી રહ્યા છે અને મારી મોડી રાતના નાસ્તામાં મુખ્ય ભૂમિકા ભજવે છે, તે વાયરલ રેસિપિના રાજા છે – રસોઈ અને વીડિયોની સ્ટાઇલ બંનેમાં. ઇયાને ટીમને મોકલેલો એક મેસેજ એ છે કે અમે કેટલી સુવિધાઓ ઉમેરીએ છીએ તેને ધ્યાનમાં લીધા વિના, Edits એ સરળ અને ઉપયોગમાં લેવા માટે સહેલું હોવાની જરૂર છે. તાજેતરમાં તેણે સ્વાદિષ્ટ ચીઝ સોસ બનાવવાનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ઇયાનનો સિગ્નેચર ઓડિયો ટ્રેક, સીન વચ્ચે પર્ફેક્ટ સમયે કરેલા કટ અને તમારા વાંચવા માટેનાં કેપ્શન સામેલ છે જેથી કરીને તમે તેઓ બનાવી રહ્યાં છે તે વાનગી જોતી વખતે તમારા મોંમાં પાણી ન આવે ત્યારે વાંચી શકો. Editsનો ઉદ્દેશ આ દરેક ટૂલને એક નજરમાં સરળ અને આંતરિક રીતે શક્તિશાળી બનાવવાનો છે.


ઉદાહરણ તરીકે કેપ્શનને લો. એક બટન દબાવવાથી તમે તમારાં કેપ્શન જનરેટ થયેલાં અને ઉપયોગમાં લેવા માટે તૈયાર કરી શકો છો, પરંતુ જો તમને વધુ કસ્ટમાઇઝેશન જોઈતું હોય, તો તમે જે શોધી રહ્યા છો તે વાઇબને કેપ્ચર કરવા માટે તમે બલ્ક એડિટર અને સ્ટાઇલ એડિટરનો ઉપયોગ કરી શકો છો. અમે નિયમિતપણે નવા ફોન્ટ, એનિમેશન અને ઇફેક્ટ રિલીઝ કરી રહ્યા છીએ, તેથી તમારી ઍપને અપડેટ કરવાની અને તેમને તપાસી જોવાની ખાતરી કરો, કારણ કે તે તમારી વાઇરલ રેસિપિ શોધવાની ચાવી હોઈ શકે છે!


તમારી રીલને જીવંત બનાવવાં માટે કીફ્રેમનો ઉપયોગ કરવો


તેથી તમે તમારી વીડિયો સ્ટાઇલને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છો અને તમે હમણાં જ તમારી ક્લિપ કેપ્ચર કરવાનું પૂરું કર્યું છે. એક સાદો વીડિયો શૂટ કરવો એ એક ઉમદા શરૂઆતી પોઇન્ટ છે, પરંતુ શું તમે ક્યારેય અભિવ્યક્ત પેનિંગ, આકર્ષક ઝૂમ અને દરેક કટમાં મોશનની સાથે ફોલો અપ કરવાનું ઇચ્છ્યું છે જેથી ખરેખર અલગ તરી આવી શકાય? @vitakari (ifykyk) વિશેની સૌથી ક્રેઝી બાબત એ છે કે તેઓ તેમના વીડિયોના લગભગ દરેક કટમાં અવિશ્વસનીય વ્યક્તિત્વ લાવે છે. તેઓ આ કરે છે તે રીત ખરેખર એક મજેદાર સુવિધા મારફતે છે કે જેને કીફ્રેમ કહેવાય છે, જેને Editsમાં લાવવા વિશે વિટા ખૂબ જ જુસ્સો ધરાવતા હતા.


ઝૂમ કરેલી ફ્રેમમાં હવે વધુ કોઈ કઠોર કટ નહીં અથવા સ્ક્રીનથી બહાર વીડિયોને અસહજ રીતે ગોઠવવું જેથી કેન્દ્રમાં ન હોય એવી કોઈ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. તેના બદલે, તમારા આગલા વીડિયોને જીવંત બનાવો અને કીફ્રેમને અજમાવી જુઓ!


કંઈક ખોટું થયું હતું
અમને આ વિડિઓ ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે.

"કીફ્રેમ માટે “ઇઝિંગ કર્વ” વિકલ્પ એ મારી ભ્રમણાઓ માટે પરિવર્તન લાવનારો છે!" - @vitakari


અમારી સાથે એક સ્ટોરી કહો


Edits એ તમારી આખી ક્રિએટિવ પ્રક્રિયાને એક ઍપમાં લાવવાની અને Instagram પર તમારા કન્ટેન્ટને અલગ તરી આવે તેવું બનાવવાની એક સરળ રીત છે. અમે દર અઠવાડિયે ઍપને વધુ સારી બનાવવા માટે ક્રિએટર સાથે આ યાત્રા પર હોવા માટે ખૂબ ખૂબ આભારી છીએ અને અમે તમારા કન્ટેન્ટને વધુ આગળ લઈ જવામાં મદદ કરી શકે તેવી નવી સુવિધાઓને સ્પોટલાઇટ કરવાનું ચાલુ રાખીશું. આજે જ Editsને અજમાવી જુઓ અને તમે આગળ શું જોવા માંગો છો તે અમને જણાવો!